મંગળવાર, 2 જૂન, 2026

ધોરણ-12 અને ગુજકેટ-2026ના પરિણામ 4 મે રોજ જાહેર થશે

1 મે, 2026
ધોરણ-12 અને ગુજકેટ-2026ના પરિણામ 4 મે રોજ જાહેર થશે
ધોરણ-12 અને ગુજકેટ-2026ના પરિણામ 4 મે રોજ જાહેર થશે

ગુજરાત બોર્ડે ધોરણ-12 ના પરિણામ જાહેર કરવાની તારીખ જાણાવી દીધી છે. ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલી બોર્ડ પરીક્ષાનું પરિણામ 4 મે 2026, સોમવારના રોજ સવારે 10:00 કલાકે જાહેર કરવામાં આવશે.

આ પરિણામમાં વિજ્ઞાન, સામાન્ય અને વ્યવસાયલક્ષી પ્રવાહ ઉપરાંત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમનો સમાવેશ થશે. આ જ તારીખે એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા GUJCET-2026ના પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

પરિણામ કેવી રીતે ચેક કરવો

વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમથી સરળતાથી પોતાનું પરિણામ જાણી શકશે. બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર જઈને સીટ નંબર દાખલ કરીને પરિણામ જોવાય શકશે.

જો વેબસાઇટ પર વધુ ટ્રાફિક હોય તો વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ મેળવી શકશે. આ માટે તેમણે 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવો જોઈએ અને તાત્કાલિક પરિણામ મળશે.

ધોરણ 10ના પરિણામ વિશે

ધોરણ 10 (SSC) ના વિદ્યાર્થીઓ માટે પણ સુવર્તમાન છે. અહેવાલો મુજબ, ધોરણ 10નું પરિણામ 6 મે 2026, બુધવારના રોજ જાહેર થવાની સંભાવના છે. તેમ છતાં, બોર્ડ આ બાબતે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરશે.

તમામ તૈયારીઓ પૂર્ણ

ગુજરાત બોર્ડે પરિણામ જાહેર કરવાની તમામ તકનીકી તૈયારીઓ અંતિમ તબક્કે કરી લીધી છે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતા આ પરિણામને લઈને રાજ્યમાં પ્રતીક્ષા અને ઉત્સાહનો માહોલ છે. બોર્ડે પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે વિશેષ વેબ પોર્ટલ અને હેલ્પલાઇન સુવિધા તૈયાર કરી છે.

Compare options